કોલેજની યુવતીઓ તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર જાતીય સતામણીના કિસ્સા બહાર આવતા હોય છે. ખાસ કરીને શાળા કોલેજે જતી વિદ્યાર્થીનીઓ રોડ સાઈડ રોમિયોની પજવણીનો શિકાર બનતી હોય ત્યારે આવા કિસ્સામાં પોતાનું રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે માટે પોલીસ અને સંસ્થાઓ દ્વારા મોરબીની પટેલ કન્યા છાત્રાલયની હજારો વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી
મોરબી સ્ત્રી સુરક્ષા સંગઠન , હિન્દુ યુવા વાહિની અને પોલીસ પરિવાર અને પટેલ કન્યા છાત્રાલય દ્વારા સ્ત્રી જાગૃતિ અને સેલ્ફ ડિફેન્સ માટેની જાણકારી અને સમજ પૂરી પાડવા માટે ગત તારીખ 26/07/2023 બુધવારના રોજ સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ કન્યા છાત્રાલયની 6000 દીકરીની હાજરીમાં જોસ જુસ્સા સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સ્ત્રી સુરક્ષા સંગઠના અધિકારીઓ દ્વારા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ, મોરબી જિલ્લા પોલીસ અધિકારી દ્વારા પટેલ કન્યા છાત્રાલયની દીકરીઓ રોમિયોગીરીથી કેવી રીતે બચીને જાતે સ્વરક્ષણ કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.