વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે માવતર ધરાવતા અને જાંબુડિયા ગામે સાસરું ધરાવતા ઇલાબેન કિશોરભાઈ વાઘેલા ઉ.વ.32 ગર્ભવતી હોય પિતાના ઘેર રોકવા ગયા હોવાથી તેમના પતિને બે પૈકી કોઈ એક સંતાનને સાચવવાનું કહી પતિના ઘેર બન્ને સંતાન મુકવા જતા પતિ એવા આરોપીએ બન્ને સંતાનો ફરી ઇલાબેનના પિતાના ઘેર મૂકી જઈ ઇલાબેનને માર મારીને ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પતિ કિશોરભાઈ રામજીભાઈ વઘોરા રહે.ધર્મસિદ્ધિ સોસાયટી, જાંબુડિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.