શિક્ષક-ગુરુજન જ્યાં સુધી બાળકોના શિક્ષણ માટે પોતાની જાત ન્યોછાવર કરતા રહેશે ત્યાં સુધી ચાણક્યનું પ્રસિદ્ધ વાક્ય શિક્ષક કભી સંધારણ નહિ હોતો નો ઉલ્લેખ થતો જ રહેશે. આવા જ મોરબીના એક આદર્શ શિક્ષકે બાળકોના શિક્ષણ પોતાની જાત સમર્પિત કરી છે. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે એકાદ બે નહિ મળી 1 હજાર જેટલી વિક્રમ જનક પ્રવૃત્તિઓ કરતા શિક્ષકની મૂલ્ય નિષ્ઠ શિક્ષણ આપવાની પદ્ધતિને રાજ્ય અને કેન્દ્ર સરકારને નોંધ લેવાની ફરજ પડી છે.
મોરબીના છેવાળાના વાડી વિસ્તારમાં આવેલ સંભાર વાડી વિસ્તારની સરકારી સ્કૂલમાં અગાઉ શિક્ષક અને હવે પ્રિન્સિપાલ બનેલા વિજયભાઈ દલસાણીયા કહે છે કે,સરકારી સ્કૂલના વાતાવરણમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે . સૌથી પહેલા આ શાળામાં ઘણા બાળકો ભણવા આવતા નહોતા. એ બાળકોને ભણાવતા કરવા માટે આ શિક્ષકે ગાંઠ વાળીને સ્કૂલના ગંભીર વાતાવરણને હળવું કરી નાખ્યું અને જ્ઞાન સાથે ગમમ મળે તેવું શિક્ષણ આપવા લાગ્યા અને ભર વગરના ભણતરથી છુટકારો મળતા સ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની આપમેળે જ સંખ્યા વધી અને આજે આ વિસ્તારનો એકેય બાળક શાળાથી દુર નથી. બાળકોને સરળતાથી શિક્ષણ સમજાવવા અનેક પ્રયોગો કર્યા જેમાં 1 હજાર પવૃત્તિઓ કરી એમાં ધારી સફળતા મળી અને બાળકો હોંશે હોંશે ભણવા લગતા શિક્ષકનું આ કામ દેશના ભવિષ્યને ઉજ્જવળ કરનારું હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને અનેક એવોર્ડથી નવાજ્યા છે.
વેકેશનમાં પ્રવૃતિઓ ચાલુ રાખી
વિજયભાઈએ કહ્યું હતું કે, હું ક્યારેય શાળા દૂર રહી જ ન શકું. તેઓ આ વેકેશનમાં ઘરે રહ્યા જ નથી, આખી સ્કૂલને જાતે જ પેઇન્ટ કરી છે. શાળાનું વાતાવરણ બગીચા જેવું કરી નાખ્યું છે. તેમને સ્કૂલ આસપાસ વૃક્ષો વાવ્યા છે પણ હાલમાં પાણીની કટોકટી હોય કુવામાંથી પાણી લઈને વૃક્ષોને પાઈને તેનું જતન કરે છે. આ ઉપરાંત બાળકોને વૃક્ષારોપણની ભાવના વિકસે તે હેતુથી આ પવૃત્તિઓ તેમના હાથે કરાવે છે.
સરકારી સ્કૂલમાં ભણેલા બાળકો ધો. 10-12માં મેદાન માર્યું
છેવાડાની પ્રાથમિક સરકારી શાળામાં શુ હોય એમ માનીને મોઢું વકાસતા લોકોએ એકવાર આ સ્કૂલની મુલાકાત લેવા જય તો તેમની ચાર આંખ થઈ જાય એમ છે. કારણ કે ખાનગી સ્કૂલને ટક્કર મારે એવી આ સ્કૂલ છે. જેનો સમગ્ર શ્રેય વિજયભાઈને જાય છે. આ શાળામાં ભણેલા બાળકો આગળ જઈને ધો.10-12માં મેદાન મારે છે .પાયાનું જ્ઞાન સારું હોય તો શિક્ષણની આખી દીવાલ મજબૂત બનશે, આ શાળાના બાળકોના હાથે ચકલી ઘર બનાવી માળા મુક્ત અનેક ચકલીઓ આવીને અહીં આ માળામાં વસવાટ કર્યો છે.
વિજય દલસાણિયા
સભારાવાડી પ્રા.શાળા મોરબીને ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા ?
રાજય એવોર્ડ વિજેતા, માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે
ચિત્રકુટ એવોર્ડ વિજેતા
સન્માનીય મોરારિબાપુના હસ્તે
જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા
મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સન્માન
વિશિષ્ટ શિક્ષક એવોર્ડ
માતૃભાષા અભિયાન અમદાવાદ મારફત
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હસ્તે માનનીય ભરત જોશી સરના હસ્તે
હાલ 27/4/23 ના રોજ "ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ"
ડિસા ખાતે એનાયત કરાશે
ડો.રાધાકૃષ્ણન નેશનલ એવોર્ડ
શિક્ષક રત્ન એવોર્ડ
આ ઉપરાંત 540જેટલા સન્માન
શિક્ષણના દરેક ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામગીરી
800 જેટલી પ્રવૃતિઓ મારફત બાળકોની વિચારશક્તિ વિકાસ
માતૃભાષા બચાવ માટે કરેલા અનેક સેમિનાર
પ્રવૃત્તિલક્ષી શિક્ષણ માટેના અનેક સેમિનાર
સંશોધન,લેખો પ્રકાશિત થવા
જી.પી.એસ.સીના ફ્રી વર્ગ લેવા
રાજ્યકક્ષા સુધીના અનેક ઈનોવેશન કરવા
રાષ્ટ્રીય રમકડાં મેળામાં નેશનલ કક્ષાએ "ફરતી પેન્સિલ" રમકડું રજૂ કર્યુ
મીડિયા મારફત લેવાયેલી અનેક નોંધ