Friday - Apr 24, 2026

વાંકાનેરના ખખણા ગામે માત્ર 40 ટકા માર્ગો સારા, બાકીના માર્ગો ખખડધજ

વાંકાનેરના ખખણા ગામે માત્ર 40 ટકા માર્ગો સારા, બાકીના માર્ગો ખખડધજ

વાંકાનેરના ખખણા ગામે બીજી બધી બાબતે સુખ છે  પણ હજુ સુધીવર્ષો પહેલાનું ખખણા ગામમાં છતાં 2 હજારની વસ્તી કાયમી રહેણાંકના પુરાવાથી વંચિત છે. ઉપરાંત રસ્તાઓનું પણ મોટું દુઃખ છે. મોટાભાગના રસ્તા ઉબડ ખાબડ છે. આ ગામમાં માત્ર 40 ટકા જ સારા માર્ગો છે. બાકીના રસ્તા બહુ જ ખરાબ છે.આથી ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

વાંકાનેરના ખખણા રાજાશાહી વખતનું બહુ જ જૂનું હોય અને આ ગામની રચના ક્યારે થઈ એ કોઈને ખ્યાલ ન હોય એટલે તંત્રએ હજુ સુધી આ ગણમાં રહેતા 2હાજર લોકોને કાયદેસરના રહેણાંકના પુરાવા આપ્યા નથી. ગામલોકો કહે છે કે, તેમનું ગામ પેઢી દર પેઢી જૂનું હોય વર્ષોથી તેમના પૂર્વજો અહીં રહેતા હોય છતાં અમારા દસ્તાવેજો આજ સુધી મળ્યા નથી. સરકારે અને તંત્રએ આજદિન સુધી દસ્તાવેજ ન આપ્યા હોવાથી અમે શુ અહીંના રહેવાસી નથી ? તો કયાના રહેવાસી છીએ ? શુ તંત્ર અમને પાકિસ્તાનના રહેવાસી સમજે છે ? ગામલોકોએ આ બાબતે અનેક રજુઆત કરી હોવા છતાં દસ્તાવેજ બન્યા નથી. જો કે ચૂંટણી વખતે મતદાન કરીએ છીએ. ત્યારે રહેવાસીની બાબત નડતી નથી. જ્યારે આ ગામમાં સિંચાઇની સુવિધા છે. પણ થોડી ઓછી છે . એટલે ક્યારેક ખેડૂતોને પૂરતો પાક ન મળ્યાની ફરિયાદ ઉઠે છે  ગામલોકોને હાલ  પાણીનું કોઈ દુઃખ નથી. લાઈટ, સફાઈ, ભુર્ગભ ગટર,સ્કૂલ સહિતની સુવિધા છે. ગામના અંદરના મોટાભાગના રસ્તાના કામ અપૂર્ણ હોય તેમજ આ ગામને જોડતા અન્ય ગામોના માર્ગો પણ સારા નથી. એટલે ગામલોકોને ભારે મુશ્કેલી થાય છે.