હળવદ: રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ અને સરસ્વતી શિશુમંદિરના સંયુક્ત ઉપક્રમે હળવદ ખાતે ‘બ્રહ્મરત્ન સન્માન સમારોહ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માથક ગામના વતની અને ઉદ્યોગક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર નરેન્દ્ર રાવલને પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી ‘હળવદ બ્રહ્મરત્ન’ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં સંતો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે, સામાન્ય પરિવારમાંથી આવીને ઉદ્યોગક્ષેત્રે વતનનું નામ રોશન કરનાર નરેન્દ્ર રાવલનો સંઘર્ષ અને સેવાભાવી જીવન આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે શિક્ષણ, સેવા અને સંસ્કારોને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અંતમાં આયોજક સંસ્થાઓ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.