મોરબીમાં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ પડ્યો હતો.આથી ગંદકી માજા મૂકી હતી. પછીના સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદી વાતાવરણ અને તડકાની બેવડી અસરથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું હતું. ગત સપ્ટેબર માસમાં બેવડી ઋતુની અસરથી સીઝનલ બીમારીઓએ જોર પકડ્યું હતું. જેમાં સીઝનલ ફલૂની બીમારીઓમાં વધારો થયો હતો.તેમાંય ગંદકીથી મચ્છરોએ ભારે ઉત્પાત મચાવતા મચ્છર જન્ય બીમારીઓ ઘરેઘરે ફેલાય ગઈ હતી. ગત સપ્ટેબર માસમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા સરકારી આંકડા પર નજર કરીએ તો સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના 26, મેલરીયાના 11 અને ઝાડા ઉલટીના 489 કેસ નોધાયા હતા અને તાવ શરદી ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન જન્ય બીમારીઓ વધતા તાવ ઉધરસ અને શરદીના 350 કેસ નોંધાયા હતા અને હજુ પણ આ તાવ શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. શહેરના દરેક નાના મોટા દવાખાનામાં આવા લક્ષણો ધરાવતા દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. તેમજ સિવિલ અને અનેક ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. બીમારીઓ વધવાનું કારણ બેવડી ઋતુની સાથે ગંદકી મોટાભાગે જવાબદાર છે. આવી સ્થિતિમાં રોગચાળા સામે રક્ષણ મેળવવા સાવચેતી રાખવી અનિવાર્ય છે.
(બોક્સ) આરોગ્ય પ્રદ આહાર અને આસપાસ સ્વચ્છતા કારગત
છેલ્લા મહિનામાં વરસાદ અને ભેજ યુક્ત વાતાવરણ ના કારણે પાચન ક્રિયા ધીમી પડે છે આં ઉપરાંત ક્યારેક ગરમી ક્યારેક ભેજ ના કારણે રોગ પ્રતિકારક શક્તિને અસર પડે છે જેથી આવી સ્થિતિમાં વધુને વધુ પાણી પીવું જોઇએ, બહારનો ખુલ્લોવાસી ખોરાક ખાવાનું ટાળવું ખાસ જરૂરી છે જરૂર ન હોય તો તડકામાં બહાર ન નીકળવું અથવા તડકામાંથી આવ્યા બાદ તુરત જ ઠંડુ પાણી ન પીવું થોડા સમય બાદ પાણી પીવું જેથી શરીરમાં તાપમાન સંતુલન જળવાઈ રહે આં ઉપરાંત મચ્છર જન્ય બીમારીથી બચવા ઘરની આસપાસ સફાઈ રાખવી સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા જેથી મચ્છર ન પ્રવેશે સૂતી વખતે મચ્છર દાનીનો ઉપયોગ કરવાથી મચ્છર જન્ય બીમારીથી બચી શકાય સાવચેતી અને આસપાસ સ્વચ્છતા લોકોને બીમારીથી દૂર રાખો શકાય તેમ CDHO ડો. ડી.બી.મહેતાએ જણાવ્યું હતું
બીમારીઓ કેસ
શરદી + ઉધરસ= ૩૫૦
ઝાડા = ૪૮૯
ડેન્ગ્યુ = ૨૬
મેલેરીયા = ૧૧