મોરબીમાં ગાંધી જયંતિએ વડાપ્રધાનના પ્રજા જોગ સંદેશથી સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું હતું અને તંત્ર તેમજ નેતાઓએ પણ સ્વચ્છતા અભિયાનના નામે નર્યું નાટક જ કર્યું હોવાનું સામે આવ્યું છે. તંત્ર ઝને નેતાઓનું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું જ સીમિત રહ્યું હતું. ફક્ત નેતાઓએ ફોટા પડાવવા માટે જ સાવરણા પકડ્યા હતા. જેવા ફોટા પડી ગયા કે તરત જ નેતાઓએ ચાલતી પકડી હતી. જો તંત્ર અને નેતાઓએ સ્વચ્છતા અભિયાન ખરા અર્થમાં ચલાવ્યું હોત તો શહેરમા ક્યાંય પણ ગંદકી જોવા ન મળત. પણ તંત્ર અને નેતાઓએ સ્વચ્છતાના નામે નર્યું તુર્ત જ કર્યું હોવાનો ઠેરઠેર ગટરની ઉભરાતી ગંદકી અને કચરાના ગંજે પુરાવો આપી દીધો છે. શહેરનો એકપણ વિસ્તારમાં એવો બચ્યો નહિ હોય કે જ્યાં ગંદકી ન હોય. પણ હાલમાં જે મોરબીનો હોસ્પિટલ ઝોન વિસ્તાર આવેલો હોય તે વિસ્તારમાં ભૂગર્ભની અતિશય ગંદકી ઉભરાતી હોવાથી હોસ્પિટલો સાજા થવા આવતા દર્દીઓ વધુ માંદા પડે તેવી ભીતિ સેવાય રહી છે. આ ગંદકીની વિગતવાર સ્થિતિ જોઈએ તો મોરબીમાં ચાલતા સ્વચ્છતા અભિયાનના દાવા વચ્ચે સાવસર પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનના તલાવડા ભરાયેલા છે. આહિ મોટી સંખ્યામાં હોસ્પિટલ આવેલ હોય અને તેમાં દર્દીઓ દાખલ હોય આં ગંદા પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળા નો ભય આં હોસ્પિટલમાં સાજા થવા આવતા દર્દીઓ સાથે બીમારી લઈને જાય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. હમણાં જ નવા ચીફ ઓફિસર આવ્યા છે. પણ સમસ્યાઓ વર્ષો જૂની હોય અને જૂનો પેધી ગયેલો સ્ટાફ હોવાથી સમસ્યાના ઉકેલમાં વિલંબ થઈ રહ્યો છે. એકંદરે લોકોના કહેવા મુજબ નગરપાલિકાની સ્થિતિ સારી હોય ખરાબ તેમની દુવિધામાં દુષ્કાળ પડતો નથી. એટલે સમસ્યાઓ ઠેરની ઠેર જ રહી જાય છે.