વેકેશન ખુલતા જ કપાસની ખરીદીનો ધમધમાટ : 29 નવેમ્બરે સૌથી વધુ 2,960 ક્વિન્ટલ કપાસ ઠલવાયો
મોરબી : દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકનો પ્રારંભ થયો છે. વેકેશન બાદ યાર્ડ શરૂ થતાં જ ખેડૂતો કપાસનો પાક વેચાણ માટે લાવી રહ્યા છે. છેલ્લા 12 દિવસના આવકના આંકડા જોતા યાર્ડમાં કપાસની નોંધપાત્ર આવક જોવા મળી છે. 18 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીના સમયગાળામાં કુલ 26,980 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. શરૂઆતના દિવસોમાં દરરોજ બે હજારથી વધુ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ત્યારબાદ કેટલાક દિવસો દરમિયાન આવકમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. 23 નવેમ્બરે 1,880 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. 24 નવેમ્બરે 1,845 ક્વિન્ટલ અને 26 નવેમ્બરે 1,669 ક્વિન્ટલ આવક રહી હતી. જોકે ત્યારબાદ ફરી કપાસની આવકમાં વધારો નોંધાયો હતો. 27 નવેમ્બરે 2,540 ક્વિન્ટલ કપાસ યાર્ડમાં આવ્યો હતો. 28 નવેમ્બરે પણ 2,494 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જ્યારે 29 નવેમ્બરે 2,960 ક્વિન્ટલ સાથે 12 દિવસની સૌથી વધુ દૈનિક આવક નોંધાઈ હતી. આમ, વેકેશન બાદના 12 દિવસમાં સરેરાશ 2,248 ક્વિન્ટલ કપાસની દૈનિક આવક રહી છે. કપાસની આવકની સાથે બજારમાં ભાવની વધઘટ પણ જોવા મળી રહી છે. ખેડૂતોની નજર હવે આગામી દિવસોમાં કપાસની આવક અને બજારભાવ પર મંડાયેલી છે.
12 દિવસમાં કપાસની આવક 27 હજારથી વધુના આંકડે પહોંચી
દિવાળી વેકેશન બાદ મોરબી માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થતાં કપાસની આવક શરૂ થઈ છે. યાર્ડમાં 18 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન સતત 12 દિવસમાં કપાસની નોંધપાત્ર આવક થઈ છે. ખેડૂતો દ્વારા કપાસ વેચાણ માટે યાર્ડમાં લાવવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન 29 નવેમ્બરના રોજ સૌથી વધુ 2,960ની આવક નોંધાઈ હતી.
29 નવેમ્બરે સૌથી વધુ 2,960 ક્વિન્ટલ આવક, 27 નવેમ્બરે સૌથી ઊંચો રૂ.2,699નો ભાવ
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 18 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીના 12 દિવસમાં કુલ 26,980 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. 18 નવેમ્બરે 2,300 ક્વિન્ટલ કપાસની આવક સાથે 20 કિલોના નીચા ભાવ રૂ. 2,050 અને ઊંચા ભાવ રૂ. 2,600 રહ્યા હતા. 19 નવેમ્બરે 2,280 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને નીચો ભાવ રૂ. 2,043 જ્યારે ઊંચો ભાવ રૂ. 2,639 રહ્યો હતો. 20 નવેમ્બરે 2,429 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ભાવ રૂ. 2,042થી રૂ. 2,633 સુધી રહ્યા હતા. 21 નવેમ્બરે 2,309 ક્વિન્ટલ આવક સામે નીચો ભાવ રૂ. 2,040 અને ઊંચો ભાવ રૂ. 2,680 નોંધાયો હતો. 22 નવેમ્બરે 2,250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ભાવ રૂ. 2,040થી રૂ. 2,669 રહ્યા હતા. 23 નવેમ્બરે 1,880 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 2,040થી રૂ. 2,600 સુધી રહ્યા હતા. 24 નવેમ્બરે 1,845 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને નીચો ભાવ રૂ. 2,024 તથા ઊંચો ભાવ રૂ. 2,684 રહ્યો હતો. 25 નવેમ્બરે 2,024 ક્વિન્ટલ આવક સામે ભાવ રૂ. 2,060થી રૂ. 2,630 સુધી રહ્યા હતા. 26 નવેમ્બરે 1,669 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ભાવ રૂ. 2,042થી રૂ. 2,624 રહ્યા હતા. 27 નવેમ્બરે 2,540 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 2,096થી રૂ. 2,699 સુધી પહોંચ્યા હતા. 28 નવેમ્બરે 2,494 ક્વિન્ટલ કપાસની આવક સામે નીચો ભાવ રૂ. 2,040 અને ઊંચો ભાવ રૂ. 2,604 રહ્યો હતો. 29 નવેમ્બરે 2,960 ક્વિન્ટલ સાથે 12 દિવસની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને ભાવ રૂ. 2,040થી રૂ. 2,614 સુધી રહ્યા હતા. આમ, 12 દિવસ દરમિયાન 26 નવેમ્બરે સૌથી ઓછી 1,669 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જ્યારે ભાવની દૃષ્ટિએ 27 નવેમ્બરે 20 કિલોના સૌથી ઊંચા રૂ. 2,699 ભાવ મળ્યા હતા અને સૌથી નીચો ભાવ રૂ. 2,024 નોંધાયો હતો.
- કાંતિલાલ વૈષ્નાણી, માર્કેટીંગ યાર્ડ, મોરબી