Sunday - May 03, 2026

મોરબીમાં કાલે સરદાર બાગનું લોકાર્પણ, રૂ.17.29 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

મોરબીમાં કાલે સરદાર બાગનું લોકાર્પણ, રૂ.17.29 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા રૂ. 17.29 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. 1.03 કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર બાગના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ આવતીકાલે તા. 30/09/2025ને મંગળવારના રોજ યોજાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે સાંજે 05:30 કલાકે કરવામાં આવ્યું છે.

મોરબીમાં કાલે સરદાર બાગનું લોકાર્પણ, રૂ.17.29 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદ સભ્ય, લોકસભા), વિનોદભાઈ ચાવડા (સાંસદ સભ્ય, લોકસભા), કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ સભ્ય, રાજ્યસભા), કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી-માળિયા વિધાનસભા), દુર્લભજીભાઈ દેથરીયા ( ધારાસભ્ય, ટંકારા પડધરી વિધાનસભા) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, વિશેષ અતિથિ તરીકે મોરબીના કલેક્ટર કે. બી. ઝવેરી, IAS અને કમિશનર સ્વપ્નિલ ખરે, IAS હાજર રહેશે. આ કાર્યક્રમ મોરબી શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.