Friday - Oct 30, 2026

વાંકાનેરમાં સામું જોવા બાબતે બે વ્યક્તિને ઈંટના ઘા ઝીંક્યા

વાંકાનેરમાં સામું જોવા બાબતે બે વ્યક્તિને ઈંટના ઘા ઝીંક્યા

મોરબી : વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં પાનની દુકાન પાસે ઊભેલા યુવાને સામું જોતા એક શખ્સ ઉશ્કેરાયો હતો. જેને લઈને બોલાચાલી કર્યા બાદ શખ્સે ગાળો આપી બજારમાં પડેલી ઈંટ વડે યુવાનના માથામાં હુમલો કર્યો હતો. યુવાનને બચાવવા વચ્ચે પડેલા અન્ય વ્યક્તિને પણ ઈંટ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં. 5માં રહેતા કાર્તિકભાઈ અશોકભાઈ મકવાણા (ઉ.વ. 28)એ ભાવિનભાઈ ઉર્ફે પીન્ટુ વિક્રમભાઈ ચાવડા (રહે. આંબેડકરનગર, રોયલ પાર્ક, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાર્તિકભાઈએ આરોપી સામે જોયું હોવાની બાબતે આરોપીએ જાહેરમાં બોલાચાલી કરી ગાળો આપી હતી અને બજારમાં પડેલી ઈંટ વડે તેમના માથાના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. દરમિયાન કાર્તિકભાઈને બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ આરોપીએ ગાળો આપી ઈંટના ઘા ઝીંક્યા હતા, જેના કારણે હાથ, પગ સહિત શરીરના ભાગે ઈજાઓ થઈ હતી. એટલું જ નહીં, આરોપીએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ બાદ બંનેએ સારવાર લીધી હતી અને ત્યારબાદ કાર્તિકભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.