Saturday - May 16, 2026

વાંકાનેરમાં લગ્ન ન થવાથી હતાશ થયેલા પ્રૌઢનો ગળાફાંસો

વાંકાનેરમાં લગ્ન ન થવાથી હતાશ થયેલા પ્રૌઢનો ગળાફાંસો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પતાળીયા રોડ પર આવેલ દિવાનપરા વિસ્તારમાં લગ્ન ન થયા હોવાથી માનસિક અસ્વસ્થ રહેતા યુવાને પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પતાળીયા રોડ પર દિવાનપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ દિનેશભાઇ કાપડિયા ઉ.50 નામના યુવાનના લગ્ન થયા ન હોવાથી માનસિક અસ્વસ્થ રહેતો હોય ગઈકાલે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.