Saturday - May 16, 2026

વાંકાનેરમાં પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા રૂપલબેન અવધભાઈ સરૈયા ઉ.વ.25 નામના પરિણીતાએ ગત તા.23ના રોજ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા ઝાડા - ઉલટી થઈ જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.