Wednesday - Aug 19, 2026

વાંકાનેરના હસનપર પાસે ટ્રેકટરની ટક્કરથી બાઈક ચાલકનું મોત

વાંકાનેરના હસનપર પાસે ટ્રેકટરની ટક્કરથી બાઈક ચાલકનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક હસનપર ગામની સીમમાં શ્રીજી કારખાના નજીક કાચા રસ્તે જીજે - 03 - ઇએ - 4363 નંબરના ટ્રેકટરની સાઈડ કાપવા જતા ટ્રેકટર ચાલકે બેદરકારીથી ટ્રેકટર ચલાવી જીજે - 03 - બીએસ - 9079 નંબરના મોટર સાયકલ પર જતાં કાંતિલાલ પ્રેમજીભાઈ બાબરીયા ઉ.વ.47 રહે.શક્તિપરા, વાંકાનેર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની ચંપાબેન કાંતિલાલ બાબરીયાએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.