Saturday - May 16, 2026

મોરબીમાં યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા માર્યો

મોરબીમાં યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા માર્યો

મોરબી : મોરબીના યોગીનગર વિસ્તારમાં યુવાન પોતાના ઘર પાસે બેઠો હોય ત્યારે તે યુવાનને એક શખ્સ દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી માથાના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવ્યો હોવાની યુવાને તેની વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રતિભાઈ અગેચાણીયા (ઉ.વ.25) નામનો યુવાન પોતાના ઘર પાસે ખુરશી રાખીને બેઠો હતો ત્યારે ત્યાં લારી પાસે ઉભેલા એક શખ્સ અનિલ સનુરાએ સાતેક દિવસ પહેલા બોલાચાલી ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ગત તા.23ના રોજ સાંજના સમયે આરોપી અનિલે પથ્થરનો છૂટો ઘા મારી હુમલો કરતા ઇજાઓ પહોંચાડી હતી. જેથી ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગે તેણે આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.