Saturday - May 16, 2026

વાંકાનેરમાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ગળેફાંસો ખાધો.

વાંકાનેરમાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ગળેફાંસો ખાધો.

મોરબી : વાંકાનેરના વિસીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ યુવતીને લાગી આવતા તેણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.આ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના વિસીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવીણભાઈ રાઠોડ (ઉ
વ.૨૦) ને તેના માતાએ ઘરકામ બબાતે સવારના ઠપકો આપેલ હોય જે બાબતે માતા દીકરી વચ્ચે બોલાચાલી થયેલ હોય જે કારણે હેતલબેનને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે