Monday - Oct 05, 2026

વાંકાનેરના પંચાસિયામાં પતિએ રસોઈ મામલે કહેલા વેણ કડવા ઝેર જેવા લાગતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

વાંકાનેરના પંચાસિયામાં પતિએ રસોઈ મામલે કહેલા વેણ કડવા ઝેર જેવા લાગતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં મહંમદભાઈ આહમદભાઈ ખોરજીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંજુલાબેન રાજેશભાઇ ઉર્ફે વિશાલભાઈ નાયકા ઉ.વ.40 નામના પરિણીતાને તેમના પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા તા.3 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તા.7ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.