Thursday - Jul 02, 2026

વાંકાનેરના જોધપરમાં ભૂલકાઓની તકરારમાં મોટેરાઓ વચ્ચે જામી પડી

વાંકાનેરના જોધપરમાં ભૂલકાઓની તકરારમાં મોટેરાઓ વચ્ચે જામી પડી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં નાના બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જેમાં ફરિયાદી રિઝવાન મામદભાઈ શેરસિયાના પુત્રને આરોપી અબ્દુલ હુસેનભાઈ શેરસિયા અને મકબુલ હુસેનભાઈ શેરસિયાના પુત્ર હેરાન પરેશાન કરતો હોવાથી આ બાબતે વાતચીત કરવા જતાં ફરિયાદી તેમજ તેમના માતા, પિતા અને પત્નીને ઇજાઓ પહોંચાડી પુત્રને મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.