મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ઉમિયાનગર 2માં રામેશ્વર મંદિર સામે રહેતા વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.