Tuesday - Oct 06, 2026

હળવદના રાયધ્રા ગામે રૂ. 1.90 લાખના દાગીનાની ચોરી

હળવદના રાયધ્રા ગામે રૂ. 1.90 લાખના દાગીનાની ચોરી

મોરબી : હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયાના રહેણાંક મકાનમાં ગત તા.17 જુલાઈના રોજ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં પડેલ કબાટમાંથી દોઢ તોલા વજનના સોનાના બે કોકરવા અને સાડા ત્રણ તોલા વજનની એક મગમાળા મળી કુલ 1.90 લાખના દાગીનાની ચોરી કરતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.