મોરબી:- મોરબી ઝુલતાપુલ કેસમાં આરોપીઓના વકીલ મારફતે કોર્ટમાં થોડા સમય પહેલા તેઓ તમામ નિર્દોષ હોવાની અરજી કરવામાં આવી હતી, જેમાં સામે પક્ષે સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, અને મંગળવારે આ બાબતે એસોસીએશનના વકીલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલ જેથી કરીને આ કેસમાં આગામી તારીખ 31/12 ની મુદત પડી છે. હવે ડિસ્ચાર્જ બાબતે કાર્યવાહી કરી પછી આ કેસ કોર્ટમાં આગળ વધારવામાં આવશે.