Monday - Jul 06, 2026

મોરબીના લીલાપર રોડ પર નડતર રૂપ ભંગાર હટાવવા વાહનચાલકોની માંગ.

મોરબીના લીલાપર રોડ પર નડતર રૂપ ભંગાર હટાવવા વાહનચાલકોની માંગ.

ભંગારના કારણે વાહન ચાલકો હેરાન

મોરબી:- લીલાપર રોડ પર સ્મશાન થી પાંજરાપોળ સુધી રસ્તા પર ગેરકાયદે ભંગારના ઢગલા કરી દેવામાં આવ્યા છે ભંગારના વેપારીઓ દ્વારા રસ્તા પર બંને બાજુ ભંગારના ઢગલા કરી દેવાતા રોડ સાંકડો થઈ ગયો છે, જેના લીધે ત્યાંથી નીકળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે..

આ ભંગારના કારણે અવારનવાર ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેના કારણે આજે વાહન ચાલકો દ્વારા વેપારીઓને આ ભંગાર હટાવી લેવાનું કહેતા વેપારીઓ અને વાહન ચાલકો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, તેથી વાહન ચાલક કોની આ માંગ છે, કે રસ્તાની બંને બાજુ રહેલા નડતર રૂપ ભંગાર હટાવી લેવામાં આવે અને રોડ પરનું દબાણ દૂર કરી રોડને ખુલ્લો કરવામાં આવે.