સવારે 7થી બપોરે 5 વાગ્યા દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 73.04 ટકા તથા પેટા ચૂંટણીમાં 58.28 ટકા મતદાન નોંધાયું
મોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7થી સાંજે 5 વાગ્યા દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 73.04 ટકા તથા પેટા ચૂંટણીમાં 58.28 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 65.66 ટકા મતદાન થયું છે.
સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 70.46 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 82.54 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 71.62 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 73 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 67.13 ટકા મળી સરેરાશ 73.04 ટકા મતદાન થયું છે.
પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 50.80 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 73.65 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 59.98 ટકા મળી સરેરાશ 58.28 ટકા મતદાન થયું છે.