Wednesday - Aug 19, 2026

હળવદના રણમલપુરમાં શાળા સામે વીજપોલ નાખવા મામલે વૃદ્ધને લાકડી અને પાઇપ ફટકાર્યા

હળવદના રણમલપુરમાં શાળા સામે વીજપોલ નાખવા મામલે વૃદ્ધને લાકડી અને પાઇપ ફટકાર્યા

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામની માધ્યમિક શાળા સામે વીજ થાંભલો ઉભો કરવા મુદ્દે ફરિયાદી પુનાભાઈ દેવાભાઈ રાઠોડ ઉ.61 નામના વૃદ્ધને આરોપી હરજીભાઈ કરમશીભાઈ રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી તેમજ ખોડાભાઈ ગોવિંદભાઇ રબારીએ જાતિ પ્રત્યે હડધૂત કરી મારામારી કરી પગમાં લાકડી તેમજ પાઇપ વડે ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.