મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં રહેતા રમેશભાઈ મંગોલીયાની 17 વર્ષની સગીર પુત્રી ચાંદની રમેશભાઈ મંગોલીયાએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ બહાર લાવવા તપાસ શરૂ કરી છે.