Saturday - Jun 27, 2026

મોરબીમા નોંધારા છોકરાને હેરાન નહિ કરવાનો ઠપકો આપનાર વેપારીને ધોકાથી ફટકાર્યા

મોરબીમા નોંધારા છોકરાને હેરાન નહિ કરવાનો ઠપકો આપનાર વેપારીને ધોકાથી ફટકાર્યા

મોરબી : મોરબી શહેરમાં ત્રિકોણબાગ નજીક મોબાઇલની દુકાન ધરાવતા યુવક પર અગાઉના ઠપકા બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ગાયત્રીનગરમાં રહેતા અને ત્રિકોણબાગ નજીક મોબાઇલની દુકાન ધરાવતા ભાવિક પ્રદીપભાઈ પરમારે આરોપી હિરેન નંદલાલ ધામેચા રહે.મીરા પાર્ક, વાવડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી હિરેન તેમની દરજી જ્ઞાતિના માતા પિતા વગરના બે છોકરાઓને હેરાન કરતો હોવાથી ભાવિકે સમાજ બોલાવી આ બાબતે ફરિયાદ કરી હિરેનને ઠપકો આપ્યો હોય જે બાબતનો ખાર રાખી દુકાને આવી ગાળો બોલો લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.