મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક શખ્સ અને એક મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીના આદેશથી બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરીને અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા છે.
આરોપીઓમાં સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (ઉ.વ. 38, રહે. સરાયા, તા. ટંકારા)ને મધ્યસ્થ જેલ વડોદરા અને મનીષાબેન સુરેશભાઇ થરેસા (ઉ.વ. ૪૫, રહે. મોરબી વજેપર)ને જિલ્લા જેલ ભાવનગર ખાતે ધકેલાયા છે. આ કાર્યવાહીમાં મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા, પો.સબ ઇન્સ. બી.ડી. ભટ્ટ અને પો.સબ ઇન્સ. જે.પી. કણસાગરાની ટીમ રોકાયેલી હતી.