મોરબી : મોરબીના લીલાપર - ઘુનડા રોડ પર તા.13ના રોજ રાત્રીના સમયે લીલાપર ગામે રહેતા યુવકના બાઇકને આંતરી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ખચાખચ ઘા મારી ઢીકા પાટુનો બેફામ માર મારી ખૂની હુમલો કરતા ગંભીર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના લીલાપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ ઉ.વ.30 નામના યુવકે બાઈક ઉપર આવેલ ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13ના રોજ રાત્રીના સમયે તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે ત્રણ સવારી બાઇકમાં આવેલ શખ્સોએ બાઈક આડું નાખી ઢીકા પાટુનો માર મારી એક શખ્સે આડેધડ છરીના ઘા ઝીકી પેટ, છાતી, વાંસામાં અને ગાલ તેમજ નાક પાસે છરી વડે ગંભીર ઇજા પહોચાડી હતી. સાથે જ બેફામ માર માર્યો હતો.જો કે, આ ખૂની હુમલાની ઘટના શા માટે બની તેનું કારણ સ્પષ્ટ બન્યું ન હોય પોલીસે હાલમાં અનિલભાઈની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.