મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્કમાં રહેતા અને કપડાની ફેરી કરતા ફારૂકભાઈ મોહમદભાઈ ગલેરિયા ઉ.51 નામના આધેડે એક વર્ષ પહેલાં ધંધાના કામે શ્રીજી પાર્કમાં જ રહેતા આદિલભાઈ પાસેથી રૂપિયા 1 લાખ ઉછીના લીધા હોય જેમાં અડધા રૂપિયા ભરપાઈ કરી દીધા બાદ બાકીના પૈસા ભરપાઈ નહિ કરી શકતા આદીલભાઈ પૈસા માટે ધમકી આપતા હોય કંટાળી જઈ ફારૂકભાઈએ પોતાના ઘેર ફીનાઇલ પી લીધું હતું. ફીનાઇલ પી લેવાના કારણે ફારૂકભાઈ બેભાન થઇ જતા મોરબી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.