Thursday - Aug 20, 2026

મોરબીમાં. સીડી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીમાં. સીડી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર રામપીરના મંદિર પાસે રહેતા કૈલાશભાઈ જેઠાભાઇ જાદવ ઉ.40 ગત તા.7ના રોજ પોતાના ઘેર સીડી ઉપરથી પડી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.