Saturday - May 16, 2026

મોરબીમાં ફરી એકવાર તસ્કરોએ અગાશી પર સુતેલા પરિવારના ઘરમાં ખાતર પાડ્યું

મોરબીમાં ફરી એકવાર તસ્કરોએ અગાશી પર સુતેલા પરિવારના ઘરમાં ખાતર પાડ્યું

મોરબી શહેરના વિશીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઇન રોડ ઉપર આવેલ વિજયનગર નાકા પાસે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરની તિજોરીમાં પડેલા રોકડ અને સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 1,64,500ની માલમતા ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી શહેરના વિશીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઇન રોડ ઉપર આવેલ વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઇ સોલંકી ગઈકાલે રાત્રે તા.22 જૂનના રોજ પરિવાર સાથે ઉનાળાની ગરમીથી બચવા મકાનની આગાશી ઉપર સુતા હતા. ત્યારે તેમના નીચેના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ તેમના ઘરમાંથી
મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,64,500ની માલમતાની ચોરી કરી ગયા હતા. આજ થિયરી મુજબ અગાઉ પણ ચોરી થઈ હતી અને એક દિવસમાં ચોરીનો ભેદ પણ ઉકેલાય ગયો હતો. ત્યારે આ ચોરીની ઘટનામાં પણ પોલીસ ટૂંક સમયમાં ચોરોનો ભેદ ઉકેલાય ગયાની જાહેરાત કરે તો નવાઈ જેવું નહીં લાગે