Wednesday - Jul 15, 2026

મોરબીમાં હવે રોબોટથી ભુર્ગભ ગટરના મેનહોલની સફાઈ થશે

મોરબીમાં હવે રોબોટથી ભુર્ગભ ગટરના મેનહોલની સફાઈ થશે

રૂ.67 લાખનો રોબોટ એકદમ સરળ રીતે મેનહોલમાંથી કચરો કાઢી તેના બકેટમાં ભરી લેશે

મોરબી : મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના અનેક પ્રશ્નો છે. ત્યારે મહાપાલિકા દ્વારા આ પ્રશ્નો નિવારવાના પ્રયાસ રૂપે એક રોબોટ વસાવવામાં આવ્યો છે. જે મેનહોલની સફાઈ એકદમ સરળતાથી કરી દેશે.

આ અંગે વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ભૂગર્ભ ગટરના મેન હોલની સફાઇ કરતો આ રોબોટ રૂ. 67 લાખનો છે. તેમાં બકેટ પણ આવે છે. મેન હોલમાંથી કચરો કાઢીને આ રોબોટ બકેટમાં લઈ લેશે. વધૂમાં તેઓએ ઉમેર્યું કે મેન હોલની સફાઈ માટે હાલ મહાપાલિકા પાસે ત્રણ ગ્રેબ બેકેટ ચાલુ છે. આ રોબોટ આવવાથી કામમાં હવે 30 ટકા ફરક પડશે. જો કે વર્ષોથી ભૂગર્ભ ગટરની સફાઈનો પ્રશ્ન અધ્ધરતાલ છે. ત્યારે હવે ભૂગર્ભ ગટરની સફાઈ માટે એક રોબોટ વસાવવામાં આવ્યો છે. આ રોબોટ કેવો કામ કરે છે. તે જોવાનું રહ્યું.

મોરબીમાં હવે રોબોટથી ભુર્ગભ ગટરના મેનહોલની સફાઈ થશે