Saturday - May 16, 2026

મોરબીમાં ઉંમર પુરી થયા બાદ લગ્ન કરવાનું માતાએ કહેતા સગીરાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

મોરબીમાં ઉંમર પુરી થયા બાદ લગ્ન કરવાનું માતાએ કહેતા સગીરાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

મોરબી : ક્ષણિક આવેશમાં આવી માણસ કોઈપણ પગલું ભરતા ખચકાતો નથી ત્યારે આવી જ એક ઘટનામાં મોરબીના પીપળી નજીક શિવપાર્કમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરિવારમાં બની હતી.પરપ્રાંતીય સગીરાને લગ્ન કરવા હોય પરંતુ ઉંમર નાની હોવાથી માતાએ ઉંમર પૂર્ણ થયા બાદ લગ્ન કરવાનું કહેતા લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મોરબીના પીપળી ગામે આવેલ શિવપાર્કમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ઉજૈન જિલ્લાના અરણીયા ગામના વતની જગદીશભાઈ નધાજી પરિહારની 17 વર્ષની પુત્રી પૂજાબેનને લગ્ન કરવા હોય પરંતુ ઉંમર ઓછી હોવાથી તેણીના માતા લાભુબેને ઉંમર પુરી થયા બાદ લગ્ન કરવાનું કહ્યું હતું. જેથી પૂજાને લાગી આવતા આવેશમાં આવી જઈ પોતાના ઘેર રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.