Saturday - May 16, 2026

મોરબીમાં 17 વર્ષના લગ્ન જીવનમાં સંતાન ન થવાથી પરિણીતાએ ગળેફાંસો ખાધો

મોરબીમાં 17 વર્ષના લગ્ન જીવનમાં સંતાન ન થવાથી પરિણીતાએ ગળેફાંસો ખાધો

મોરબી : મોરબી શહેરના રામધન આશ્રમ નજીક નીલમ સોસાયટીમા રહેતા પરિણીતાને લગ્ન જીવનમાં સંતાન ન થતા હોવાથી મનમાં લાગી આવતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

મોરબી શહેરના રામધન આશ્રમ પાસે આવેલ નિલમબાગ સોસાયટી વિસ્તારમાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પાબેન સુરેશભાઈ ધનાણી ઉ.36 નામના પરિણીતાના 17 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા.લગ્નજીવનમાં અલ્પાબેનને સંતાન ન થતા હોવાથી મનમાં લાગી આવતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.