Sunday - May 03, 2026

મોરબીમાં ફાયર બીગ્રેડને સાંકડી શેરીમાં આગ લાગે ત્યાં કૂવો ખોદવા જેવી નોબત નહિ આવે

મોરબીમાં ફાયર બીગ્રેડને સાંકડી શેરીમાં આગ લાગે ત્યાં કૂવો ખોદવા જેવી નોબત નહિ આવે

મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ફાઇટરનો ઉમેરો

મોરબી : મોરબી શહેરના ગીચ વિસ્તારો અને સાંકડી ગલીઓમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે ત્વરિત કામગીરી કરી શકાય તે હેતુથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નવીન મિની ફાયર ફાયટરનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ વાહન ફાળવવામાં આવ્યું છે. તેથી ફાયર બીગ્રેડને સાંકડી શેરીમાં આગ લાગે ત્યાં  કૂવો ખોદવા જેવી નોબત નહિ આવે
 

મોરબીમાં ફાયર બીગ્રેડને સાંકડી શેરીમાં આગ લાગે ત્યાં કૂવો ખોદવા જેવી નોબત નહિ આવે

મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકીએ જણાવ્યું હતું કે: મોરબી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને ધ્યાને રાખીને આ મિની ફાયર ટેન્ડર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. ઘણીવાર સાંકડા રસ્તાઓને કારણે મોટા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ આ નાનું અને ચપળ વાહન ગમે તેવા સાંકડા વિસ્તારોમાં ઝડપથી પહોંચી આગ પર તુરંત કાબૂ મેળવવામાં મદદરૂપ થશે. ડિઝાઇનમાં આ મિની ફાયર ટેન્ડર કદમાં નાનું હોવાથી શહેરના સાંકડા રસ્તાઓ, પોળ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકાશે. વાહન પર ફાયર ફાઈટિંગ માટેની લેડર (સીડી), હોઝ રીલ અને આધુનિક સાધનો સજજ છે. કાર્યક્ષમતા મોટા ફાયર ફાઈટર જે વિસ્તારોમાં નથી જઈ શકતા, ત્યાં આ મિની ટેન્ડર પ્રથમ રિસ્પોન્ડર તરીકે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.