માર્ચ એન્ડીગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપાની વેરા વસુલાત શાખાની કડક કાર્યવાહી
મોરબી : માર્ચ એન્ડીગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મોરબી મનપાની વેરા વસુલાત શાખાએ હવે કરવેરો ભરવામાં ઉદાસીન આસામી પાસેથી વેરો વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોપર્ટી ટેક્સ બાકી હોય તેવા તમામ મિલકત ધારકોને 31 માર્ચ પહેલા કરવેરો ભરવા ફરમાન જારી કરી દીધું છે. નહિતર કરવેરા ઉપર 18 ટકા વ્યાજ ભરવા તૈયાર રહેવાની કડક ચેતવણી આપી છે અને મિલકત વેરાના બાકીદારો પાસેથી વેરો વસૂલવા માટે મિલકત વેરા શાખા દ્વારા બાકીદારોને વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી આગામી 31 માર્ચ સુધી સઘન બનાવવામાં આવી છે. જો આ સમય દરમિયાન વેરો નહીં ભરાય તો બાકી રકમ માથે 18 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. ઉપરાંત રહેણાંક મિલકતનો રૂ.10 હજારથી વધુ ટેક્સ બાકી હોય તેમને રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા વોરંટ આપ્યા બાદ પણ જો મિલકત ધારક વેરો ભરપાઈ નહિ કરે તો તેના રહેણાંકના નળ અને ડ્રેનેજ એટલે ભુર્ગભ ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરી છે.
રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશે
માર્ચ એન્ડિંગ નજીક હોવાથી લોકો 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરી શકે અને વેરો ન ભરવા બદલ આકરી કાર્યવાહીથી બચી શકે તેવી મનપાએ વ્યવસ્થા ગોઠવો છે. આથી 31 માર્ચ સુધી દર શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ચાલુ રહેશે અને લોકો આ સ્થળોએ વેરો ભરી શકશે.મનપાની મુખ્ય ઓફિસમાં સવારે 10-30થી સાંજે 5 કલાક સુધી પ્રોપર્ટી અને વ્યવસાય વેરો ભરી શકશે. રૂમ નં-9માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ક્લસ્ટર ઓફિસોમ સવારના 10-30થી સાંજના 4 વેરો ભરી શકાશે.
ક્લસ્ટર-૧: નાની વાવડી પંચાયત
ક્લસ્ટર-૨: અમરેલી પંચાયત
ક્લસ્ટર-૩: મહેન્દ્રનગર પંચાયત
ક્લસ્ટર-૪: ભડીયાદ પંચાયત
ક્લસ્ટર-૫: ત્રાજપર પંચાયત
ક્લસ્ટર-૬: ગ્રીનચોક લાઈબ્રેરી
ક્લસ્ટર-૭: વિશ્વકર્મા બાલમંદિર (વાંકાનેર દરવાજા પાસે)
ક્લસ્ટર-૯: શનાળા ગ્રામ પંચાયત
ક્લસ્ટર-૧૦: રવાપર ગ્રામ પંચાયત
ક્લસ્ટર-૧૧: લીલાપર ગ્રામ પંચાયત