મોરબી : મોરબી શહેરમાં ડીવાઇન પાર્કમાં સત્ય - બી એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબેન છગનભાઇ પાચોટીયા ઉ.વ.75 નામના વૃધ્ધાએ ગઈકાલે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર એપાર્ટમેન્ટમાં ધાબા પર ઓરડીમાં જઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.