Saturday - May 02, 2026

મોરબીના આમરણ ગામે તું મારા ભાઈ વિશે કેમ હલકી વાતો કરે છે કહી લાકડાનો ધોકો ફટકાર્યો

મોરબીના આમરણ ગામે તું મારા ભાઈ વિશે કેમ હલકી વાતો કરે છે કહી લાકડાનો ધોકો ફટકાર્યો

 મોરબીના આમરણ ગામે તું મારા ભાઈ વિશે કેમ હલકી વાતો કરે છે કહી લાકડાનો ધોકો ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ઇકબાલ બાવામિયા બુખારી ઉ.30 નામના યુવાન ઉપર આમરણ ગામના જ રહેવાસી જાકિરમીયા રજાકમિયા બુખારી નામના શખ્સે રમઝાન મહિનામાં ગરીબોને આપવાની રાશનકીટ મામલે તું મારા ભાઈ સરફરાઝ વિશે કેમ હલકી વાતો કરે છે કહી લાફા મારી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.