Saturday - May 16, 2026

મોરબીમાં 189 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં 189 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા (રહે.કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-2) વાળા આરોપીને પોતાના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 189 (કિ.રૂ 91,467) નો મુદામાલ તથા મોબાઇલ ફોન 1 (કિ.5,000) મળી કુલ કિ.રૂ.96,467ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.