મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાસે આવેલ આંબેડકર નગરમાં રહેતા 90 વર્ષીય વૃદ્ધાને પોતાના જ સગા પુત્ર અને પુત્રવધુએ મકાન નામે કરી દેવાનું કહી ગાળો આપી ઝપાઝપી કરી શરીરે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના વિશિપરામાં ચાર ગોદામ પાસે આવેલ આંબેડકર નગરમાં રહેતા પુરીબેન વિરાભાઈ ચાવડા ઉ.વ.90 નામના વૃદ્ધાએ આરોપી પુત્ર રામજીભાઈ વિરાભાઈ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન રામજીભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે આરોપી પુત્ર અને પુત્રવધુએ પુરીબેનનું મકાન પોતાના નામે કરી દેવાનું કહી ઝઘડો કરી ઝપાઝપી કરી મૂંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે પુરીબેનની ફરિયાદના આધારે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.