Thursday - Jul 02, 2026

મોરબીમાં કાર ગીરવે મૂકી 50 હજાર વ્યાજે લીધા બાદમાં 50 હજારના દોઢ લાખ માંગી ધમકી આપી

મોરબીમાં કાર ગીરવે મૂકી 50 હજાર વ્યાજે લીધા બાદમાં 50 હજારના દોઢ લાખ માંગી ધમકી આપી

માથાભારે શખ્સ સામે વ્યાજખોરીનો ગુનો દાખલ

મોરબી : મોરબીના નાગરિકોને વ્યાજખોરો સામે ખૂલીને બહાર આવવા ડીવાયએસપીએ કરેલી અપીલ બાદ ગઈકાલે મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકોએ પોલીસમાં કરેલી રજુઆત બાદ કાર ગીરવે મૂકી માત્ર દસ દિવસ માટે રૂ.50 હજાર વ્યાજે લેનાર યુવક પાસેથી નામચીન વ્યાજખોરે પતાવી દેવાની ધમકી આપી દોઢ લાખની માંગણી કરતા નાણાં ધીરધાર કાયદાની કલમ મુજબ ગુંન્હો દાખલ કરાયો છે.

મોરબીના શક્ત શનાળા ગામે રહેતા ફરિયાદી અરવિંદભાઈ હરજીભાઈ પનારાએ આરોપી ભરતભાઇ કાળુભાઇ ગોગરા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2022મા અરવિંદભાઈએ માત્ર દસ દિવસ માટે આરોપી ભરત ગોગરા પાસે પોતાની જીજે -01 - કેએન - 8225 નંબરની એસન્ટ કાર ગીરવે મૂકી 50 હજાર વ્યાજે લીધા હતા.બાદમાં આરોપીએ રૂપિયા 50 હજારના દોઢ લાખ માંગી ફરિયાદી તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી કાર પરત નહિ આપતા ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે નાણાં ધીરધાર કાયદાની કલમ તેમજ આઇપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.