Saturday - Oct 10, 2026

મોરબીમાં ચાર વેપારીઓ અઢી લાખથી વધુની ચાઈનીઝ દોરી સાથે ઝડપાયા

મોરબીમાં ચાર વેપારીઓ અઢી લાખથી વધુની ચાઈનીઝ દોરી સાથે ઝડપાયા

મોરબી : મોરબીમાં ઉતરાયણ પહેલા માનવ અને પશુ પંખીઓ માટે ઘાતક બનતી અને પ્રતિબંધિત ઠરેલી ચાઈનીઝ દોરી પકડવા મોરબી એ ડિવિજમ પોલીસે વેપારીઓ ઉપર તવાઈ ઉતારી છે. જેમાં પોલીસે મોરબીના સિપાઇવાસમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા મહેબૂબ તોફિકભાઈ ખોખરને 7150 ની કિંમતની 11 ચાઈનીઝ દોરી, અનવર હજીભાઈ વડગામાને 18850ની કિંમતની 29 ચાઈનીઝ ફિરકીઓ, ફેઝલભાઈ હનીફભાઈ પઠાણને 8450ની કિંમતની 16 ચાઈનીઝ ફિરકીઓ સાથે અને ચાઈનીઝ દોરીના મેઈન હોલસેલર વિપુલભાઈ હસમુખભાઈ હિરાણીને 2.65 લાખની કિંમતની 408 ચાઈનીઝ ફીરકીઓ કુલ 2.61 લાખની કિંમતી 408 ચાઈનીઝ ફીરકીઓ સાથે ઝડપી લીધા હતા