બે ભાઈઓ ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબી : મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા યુવાન અને તેના ભાઈએ બીમાર પિતાની સારવાર માટે મહેન્દ્રનગરમાં રહેતા બે ભાઈઓ પાસેથી 20થી 40 ટકા માસિક વ્યાજે નાણાં લીધા બાદ ચાર વર્ષમાં મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી બરણી ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા અને કટલેરીનો ધંધો કરતા મુકેશભાઈ જયંતીભાઈ ચૌહાણે આરોપી કાનાભાઈ ભરતભાઇ ગઢવી અને આરોપી જીજ્ઞેશભાઈ ભરતભાઇ ગઢવી રહે.બન્ને તક્ષશિલા સ્કુલ પાસે, મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, વર્ષ 2022માં તેમના બીમાર પિતાની સારવાર માટે આરોપીઓ પાસેથી કટકે કટકે વ્યાજે નાણાં લીધા હતા.જેમાં રૂ.90 હજાર 40 ટકા વ્યાજે પોતે લીધા હતા.તેમજ મહિને 20 ટકા વ્યાજે 2 લાખની રકમ તેમના પિતાએ તેમજ ફરિયાદીના ભાઈ રાહુલ રૂ.2.40 લાખ 20 ટકા વ્યાજે લઈ મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવી દેવા છતાં આરોપીઓએ બરણી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.