Sunday - Jul 19, 2026

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, ચારના અપમૃત્યુ

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, ચારના અપમૃત્યુ

અપમૃત્યુના પ્રથમ બનાવમાં રફાળેશ્વર તળાવ સામે રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા દર્શન પીતાંબરભાઈ ઝાલા ઉ.13 રહે.મચ્છોનગર વાળાનું મૃત્યુ નીપજયું હતું.બીજા બનાવમાં મોરબીના નાની વાવડી ગામે હરસ તેમજ છાતીમાં દુઃખાવાની બીમારીથી કંટાળી પૂંજાભાઈ મોતીભાઈ મકવાણા ઉ.67 નામના વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં કોસ્મો સિરામિક નજીક રહેતા અજય લાભુભાઈ આદ્રોજા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. અને ચોથા બનાવમાં વાંકાનેર મિલપ્લોટમાં રહેતા ભાવેશ રમેશભાઈ દલસાણીયા ઉ.31 નામના યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.