Sunday - Jul 05, 2026

મોરબી અને ટંકારામાં આજે સવારથી જ મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યું

મોરબી અને ટંકારામાં આજે સવારથી જ મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યું

મોરબી : મોરબી અને ટંકારામાં આજે સવારથી ધીંગીધારે મેઘસવારી આવી પહોંચી હતી. મોરબીમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સવારે 8 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જો કે કયારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદી ઝાપટાં બાદ હાલ વરસાદ બંધ થઈ ગયો છે. પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જયારે ટંકારા તાલુકા પંથકમાં આજે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ટંકારાના નાના ખીજડીયા ગામે સવારથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. નાના ખીજડીયા ગામે આજે સારો વરસાદ પડતાં ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ લજાઈ ગામે પણ વરસાદ પડ્યાના અહેવાલ મળે છે.