મોરબી : મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થતા લાગી આવતા ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. આથી આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (ઉ.વ.22) નામના યુવાને કારખાનામાં જ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેની તાત્કાલીક જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ યુવાન ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. પણ પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતા તેની પત્ની જતી રહેલ હોય યુવાનને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે.