મોરબી શહેર અને જિલ્લામાં બિલાડીના ટોપની જેમ નકલી દવાખાનામા ઊંટવૈદુ કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે પોલીસે મુન્નાભાઈ એમબીબીએસ વિરુદ્ધ બે દિવસથી શરૂ કરેલી ઝુંબેશમા ગઈકાલે મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વધુ એક નકલી ડોક્ટરને પકડી પાડ્યો છે.
મોરબી જિલ્લાના મુન્નાભાઈ એમબીબીએસને પકડી પાડવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય તેવી સ્થિતિ વચ્ચે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં દરોડો પાડી શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહેલા મૂળ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના પ્રણવ અશોક ફળદુ ઉ.24 રહે.હાલ જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિરે પાસે મોરબી વાળાને કોઈપણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડી રૂપિયા 8941ની કિંમતની એલોપેથી દવાનો જથ્થો કબજે કરી મેડિકલ પ્રેક્ટિસ એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.