Saturday - May 16, 2026

વાંકાનેરના મેસરિયામાં પતિ સાથે ઝઘડાનો ખાર રાખી પત્નીને કારની ટક્કર મારી ગટરમાં પાડી દીધા

વાંકાનેરના મેસરિયામાં પતિ સાથે ઝઘડાનો ખાર રાખી પત્નીને કારની ટક્કર મારી ગટરમાં પાડી દીધા

આરોપીએ જતા જતા પતિ ઉપર ઇકો ચડાવી દેવાની ધમકી આપી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આગાઉ કાકાના દીકરાના મોટર સાયકલની ચાવી પડાવી લેનાર આરોપી સાથે યુવાનને થયેલા ઝઘડાનો ખાર રાખી આરોપીએ ફરિયાદીના પત્નીને ઇકો કારની ટક્કર મારી ગટરમાં પાડી દઈ બાદમાં તેણીના પતિ પર ઇકો કાર ચડાવી દેશે તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મેસરિયા ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ રાજાભાઈ વાળાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા રહે.મેસરિયા વાળાએ અગાઉ તેમના કાકાના દીકરા પાસેથી મોટર સાયકલની ચાવી પડાવી લીધી હોય તેઓએ ઠપકો આપી ચાવી પરત મેળવી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી પ્રકાશે ગત તા.19ના રોજ ફરિયાદીના પત્ની ગૌરીબેન ગામમાં જતા હતા ત્યારે ઇકો કાર પાછળ દોડાવી ગૌરીબેનને ટક્કર મારી ગટરમાં પાડી દીધા હતા અને જતા જતા કહ્યું હતું કે, તારા પતિ ઉપર પણ ગાડી ચડાવી દેવી છે.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.