Monday - Oct 05, 2026

હળવદમાં યુવાને ઝેરી દવા પીને જીવાદોરી ટૂંકાવી

હળવદમાં યુવાને ઝેરી દવા પીને જીવાદોરી ટૂંકાવી

હળવદ : હળવદ શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં જોગડ ગામના રહેવાસી જયદીપભાઈ ઉર્ફે જાદુ રાયધનભાઈ જંજવાડિયા ઉ.27 નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પાંચ વર્ષથી માનસિક બીમાર હોય બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.