હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નરેશભાઈ અશોકભાઈ પરમાર ઉ.27 નામનો યુવક ગઈકાલે કડીયા કામે ગયો ન હોવાથી તેમના પિતાએ કામે જવા બાબતે ઠપકો આપતા નરેશભાઈને મનોમન લાગી આવતા પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.