માળીયા મિયાણા અને હળવદ શહેરમાં બે અલગ અલગ દરોડામાં બે વરલીભક્ત ઝડપાઇ ગયા હતા. પ્રથમ કાર્યવાહીમાં માળીયા મિયાણા શહેરમા સરકારી હોસ્પિટલ રોડ ઉપરથી સ્થાનિક પોલીસે આરોપી આમીન ઉર્ફે હાજી જાનમામદ જેડાને રોકડા રૂપિયા 10,400 તેમજ 2000ની કિંમતના એક મોબાઈલ સહિત 12,400ના મુદ્દામાલ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે હળવદ શહેરના શરણેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તેથી એલસીબી ટીમે ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 કબજે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.